બોર્ડ ધોરણ 12 પરીક્ષા પરિણામ જાહેર, જાણો તમારું ધોરણ 12નું પરિણામ ઓનલાઈન અને SMS દ્વારા | Board class 12 exam results declared 2025

Board class 12 exam results declared 2025 : RBSE Board Class 12 exam results declared : રાજસ્થાન બોર્ડ વિભાગ દ્વારા ધોરણ 12નું પરીક્ષા પરિણામ 2025 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રવાહ જેવા કે આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાના પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો તમારું ધોરણ 12નું પરિણામ ઓનલાઈન અને SMS દ્વારા તપાસી શકો છો.

બોર્ડ ધોરણ 12 પરીક્ષા પરિણામ જાહેર | Board class 12 exam results declared 2025

વ્હાલા વિદ્યાર્થી મિત્રો, RBSE ધોરણ 12 પરીક્ષા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થી મિત્રો પોતાના પ્રવાહ અનુસાર પરિણામની ચકાસણી કરી શકે છે. રાજસ્થાન શિક્ષણ બોર્ડ વિભાગ દ્વારા પરિણામ ચકાસણી માટે વિદ્યાર્થીઓને સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકે છે. જેની સંપૂર્ણ માહિતી માટે નીચેના લેખને અંત સુધી વાંચવા વિનંતી.

Board class 12 exam results declared 2025 Detail

લેખબોર્ડ ધોરણ 12 પરીક્ષા પરિણામ
વર્ષ2025
પ્રવાહઆર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહ
રાજ્યરાજસ્થાન
અધિકૃત વેબસાઈટrajeduboard.rajasthan.gov.in તથા rajresults.nic.in 

બોર્ડ ધોરણ 12 પરીક્ષા પરિણામ સત્તાવાર વેબસાઈટ

મિત્રો, RBSE ધોરણ 12 પરીક્ષા પરિણામ 2025 ઓફિસીયલ વેબસાઈટ rajeduboard.rajasthan.gov.in, rajresults.nic.in તેમજ Jansatta.com/education પર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થી મિત્રો, પોતાના પ્રવાહ અનુસાર આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામની ચકાસણી કરી શકે છે. ઉપર જણાવેલ લિંક દ્વારા વિદ્યાર્થી સરળતાપૂર્વક પોતાનું પરિણામ ઓનલાઈન તપાસી શકે છે.

બોર્ડ ધોરણ 12 પરીક્ષા પરિણામ કઈ રીતે તપાસવું? | Board class 12 exam results declared 2025

  • પગલું 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ rajeduboard.rajasthan.gov.in અથવા rajresults.nic.in ની મુલાકાત લો.
  • ત્યાર બાદ, હોમપેજ પર ‘રાજસ્થાન બોર્ડ 12મું પરિણામ 2025’ લિંક પર ક્લિક કરો.
  • હવે, તમારો વિષય (વિજ્ઞાન, કલા, વાણિજ્ય) પસંદ કરો.
  • વિદ્યાર્થીઓનો લોગિન ઓળખપત્રો દાખલ કરો અને સબમિટ કરો.
  • તમારું પરિણામ ચકાસો.

બોર્ડ ધોરણ 12 પરીક્ષા પરિણામ SMS દ્વારા તપાસો

વિદ્યાર્થી મિત્રો, જો તમે ઓનલાઈન પોતાનું ધોરણ 12 પરીક્ષા પરિણામ 2025 કઈ રીતે તપાસવું તે નથી જાણતા તો RBSE બોર્ડ દ્વારા SMS સુવિધા દ્વારા તમે સરળતા પૂર્વક પોતાનું પરિણામ તપાસી શકો છો. જેમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તપાસવા માટે તમારે RJ12S(roll number) લખીને 5676750 અથવા 56263 નંબર પર SMS મોકલવાનો રહેશે. તેમજ આર્ટસનું પરિણામ તપાસવા માટે RJ12A(roll number) લખી 5676750 અથવા 56263 પર SMS કરો અને કોમર્સનું પરિણામ જાણવા માટે RJ12C(roll number) લખીને 5676750 અથવા 56263 પર SMS કરો.

rajeduboard.rajasthan.gov.in
Jansatta.com/education
rajresults.nic.in

HELLO GUYS, My Name Is RB CHAUDHARY and You will be the first to get all the news from Gujarat through our website khabarguj.in

Leave a Comment