સોલાર રૂફ ટોપ યોજના માટે ઓનલાઈન ફોર્મ નોધણી શરુ, મફત સોલાર પેનલ નો લાભ મેળવો | Solar Rooftop Subsidy Yojana Gujarat 2025

Solar Rooftop Subsidy Yojana Gujarat 2025 : ગુજરાત રાજ્યના નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સોલાર રૂફ ટોપ યોજના માટે નવા અરજી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો, આ યોજના હેઠળ નાગરિકોના વધતા જતા વીજળી બીલને ઘટાડવા માટે અને રાહત આપવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મફત સોલાર રૂફ પેનલ પ્રદાન કરવામાં આવે છે. જેમાં નાગરિકો પોતાના ઘરની છતો પર સોલાર પેનલ લગાવી વીજળી બીલ માંથી મુક્તિ મેળવી શકે છે. જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સહાય રૂપે સબસીડી પ્રદાન કરવામાં આવશે. સોલાર રૂફ પેનલ સહાય યોજના હેઠળ ક્યાં ક્યાં લાભો મળે છે? તથા કેટલી સબસીડી મળવાપાત્ર છે અને આ યોજનાનો લાભ કઈ રીતે મેળવવો તેની સંપૂર્ણ માહિતી માટે સંપૂર્ણ લેખ વાંચો.

યોજનાસોલાર રૂફ પેનલ યોજના 2025
રાજ્ય અને વર્ષગુજરાત 2025
ઉદ્દેશ્યવિલ બીલ માંથી છુટકારો મેળવવા
સબસીડી સહાય20 થી 50 ટકા સુધી
પાત્રતાગુજરાત રાજ્ય ના નાગરિકો
અન્ય યોજનાઓઅહી ક્લિક કરો

ગુજરાત અને ભારતીય સરકાર દ્વારા નવ યુગમાં સૌર ઉર્જાને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા નાગરિકોના વીજ બીલને ઘટાડવા માટે આ યોજના શરુ કરવામાં આવી છે, જેમાં નાગરિકો પોતાના ઘરોની છતો ઉપર સોલાર પેનલ લગાવી વીજ બીલ માંથી છુટકારો મેળવી શકે છે. જે દરેક નાગરિક સોલાર પેનલ દ્વારા સૌર ઉર્જા ઉત્તપન કરી અન્ય બીજ કંપનીઓ પર આધારિત નહિ રહે. નાગરિકોને રાહત આપવા માટે આ યોજના અંતર્ગત સોલાર રૂફ પેનલ પર 20 થી 50 ટકા સબસીડી મળવાપાત્ર છે જે કિલો વોટ ઉપર આધારિત મળશે.

સોલાર રૂફ ટોપ યોજના સબસીડી | Solar Rooftop Subsidy Yojana Gujarat 2025

સોલાર રૂફ ટોપ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા કિલો વોટ પ્રમાણે સબસીડી પ્રદાન કરવામાં આવે છે. જેમાં ૩ કિલોવોટ સુધીનું પેનલ લગાવવામાં આવે તો ૪૦ થી ૫૦ ટકા સબસિડી મળે છે. જયારે પેનલ ૩ થી ૫ કિલોવોટની વચ્ચે હોય તો ૨૦ ટકા સબસિડી આપવામાં આવે છે. સોલાર પર તથા ખર્ચમાં મળવાપાત્ર સબસીડી ઘણો લાભ આપે છે. રાજ્ય સરકાર દ્વારા સબસીડીની રાહત મળતા ઘણા સામાન્ય પરિવારો આ યોજનાનો લાભ મેળવી શકે છે.

ગુજરાત સરકાર પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાને પ્રોત્સાહન આપે છે. સાથે, દેશની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગરીબ પરિવારોને વીજળીમાં રાહત મળી શકે અને દરેક નાગરિક આત્મનિર્ભર બની શકે એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

મિત્રો, સોલાર રૂ ટોપ સહાય યોજનાનો લાભ ગુજરાત રાજ્ય તથા ભારત દેશના તામમ નાગરિકો મેળવી શકે છે. જે પણ નાગરિકોની ઉપર 18 વર્ષ અથવા તેથી વધુ હોય તેઓ આ યોજના માટે નોધણી કરી શકે છે. નોધણી કરતા નાગરિક પાસે સોલાર પેનલ લગાવવા માટે પુરતી જગ્યા હોવી જોઈએ જેમ કે 1 કિલોવોટ પેનલ માટે આશરે 10 ચોરસ મીટરની જરૂર પડે છે. 

ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • વીજળી બિલ
  • ઓળખ કાર્ડ
  • બેંક પાસબુક
  • આવકનું પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • છતનો ફોટો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

અરજી પ્રક્રિયા | Solar Rooftop Subsidy Yojana Gujarat 2025

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ સોલાર રૂફ ટોપ સહાય યોજનાનો લાભ મેળવવા માટે સૌ પ્રથમ ઓનલાઈન નોધણી કરવી પડશે, જેમાં નાગરિકે સત્તાવાર વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ, પોતાનો મોબાઈલ નંબર તથા વીજળી બીલ અપલોડ કરી નોધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. હવે દાખલ કરેલ મોબાઈલ નંબર દ્વારા OTP દાખલ કરી લોગીન કરો. પોતાના તમામ દસ્તાવેજ માંગ્યા પ્રમાણે અપલોડ કરો. અંતે અરજી સબમિટ કરી પ્રિન્ટ ડાઉનલોડ કરો.

બોર્ડ ધોરણ 12 પરીક્ષા પરિણામ જાહેર, જાણો તમારું ધોરણ 12નું પરિણામ ઓનલાઈન અને SMS દ્વારા

HELLO GUYS, My Name Is RB CHAUDHARY and You will be the first to get all the news from Gujarat through our website khabarguj.in

Leave a Comment